G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 21/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?
Answer: સોઈલ હેલ્થ કાર્ડ

2. સરદાર સરોવર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ક્યારે સમર્પિત થયો?
Answer: 17 સપ્ટેમ્બર, 2017

3. કઈ એજન્સી કૃષિ સંબંધિત વિષયો, પ્રદર્શન, એક્સપોઝર વિઝીટ અને કૃષિમેળા પર તાલીમ આપે છે ?
Answer: એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી

4. પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે?
Answer: જૈવ જંતુનાશક

5. ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે?
Answer: ડાંગ

6. ‘વાદળી ક્રાંતિ’ શું છે?
Answer: મત્સ્યોદ્યોગનાં સંકલિત વિકાસ અને વ્યવસ્થાપન

7. ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?
Answer: સ્વયં કાર્યક્રમ

8. નવી શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં ભણાવવાની દરખાસ્ત છે?
Answer: ધોરણ 5

9. GCERTનું સૌપ્રથમ વડું મથક ક્યાં હતું ?
Answer: ગાંધીનગર

10. ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની ક્ન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન માટે શું આપવામાં આવે છે ?
Answer: સાઇકલ

11. ગુજરાતમાં MBBSમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ- 12 પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે ?
Answer: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)

12. IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે??
Answer: કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ (CAT)

13. શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપનાર પ્રથમ ભારતીય ઉપગ્રહ ક્યો છે ?
Answer: EDUSAT

14. અટલ ઈનોવેશન મિશન શાળાના વિદ્યાર્થીઓ માટે AI-આધારિત મોડ્યુલ શરૂ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
Answer: NASSCOM

15. ગુજરાતમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)નું નામ શું છે ?
Answer: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી

16. PGVCLનું પૂરું નામ શું છે ?
Answer: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ

17. ‘સોલાર રૂફટોપ સ્કીમ’નો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે ?
Answer: રૂફટોપ સોલર સિસ્ટમના સ્થાપન માટે જમીનની જરૂર પડતી નથી

18. સોલાર કૂકરમાં કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
Answer: સૌર ઊર્જા

19. ભારતમાં પવન-ઊર્જા ઉત્પાદનમાં કયું રાજ્ય બીજા ક્રમે છે ?
Answer: ગુજરાત

20. નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં થયો ?
Answer: દેવભૂમિ દ્વારકા

21. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી ઉત્પાદન થતી વીજળીની વહેંચણી કઈ વીજ કંપની કરે છે ?
Answer: મધ્ય ગુજરાત વીજ કંપની લિ.

22. ગુજરાતમાં પ્રથમ પવનઊર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થયો ?
Answer: માંડવી

23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયાં વાહનોમાં સબસિડીની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: ઇલેક્ટ્રિક વાહન

24. વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
Answer: ઈ-ગ્રામ

25. DBTનું પૂરું નામ શું છે ?
Answer: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

26. જી.એસ.ટી. કાઉન્સિલની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: કેન્દ્રીય નાણા મંત્રી

27. ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

28. વિશ્વધરોહર (World Heritage) સ્થળોને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ?
Answer: UNESCO

29. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ચાંપાનેર ઇ.સ. 1405માં કયા વંશની રાજધાની હતું ?
Answer: ચૌહાણ વંશ

30. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
Answer: વીર

31. ચિત્ર-વિચિત્ર મેળામાં મુખ્યત્વે કોણ ભાગ લે છે ?
Answer: આદિવાસી

32. ‘માધવ ક્યાંય નથી’ નવલકથાના સર્જકનું નામ શું છે ?
Answer: હરીન્દ્ર દવે

33. ભારતમાં રથયાત્રા વિક્રમસંવત મુજબ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: અષાઢી બીજ

34. રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ?
Answer: સ્વૈરવિહારી

35. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
Answer: સિદ્ધરાજ જયસિંહ

36. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: નડિયાદ

37. ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનું ઐતિહાસિક મહત્ત્વ શું છે ?
Answer: દાંડી યાત્રા

38. ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ ક્યાં આવેલું છે ?
Answer: માનગઢ

39. વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
Answer: સંબધિત પરિક્ષેત્ર વન અધિકારી, સામાજિક વનીકરણની કચેરીએથી

40. વાહન પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું ધોરણ અપનાવવામાં આવેલ છે ?
Answer: ભારત સ્ટેજ -6

41. મહેસાણામાં ONGCનો વિસ્તાર કેટલો છે ?
Answer: 6000 હેક્ટર

42. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: જામનગર

43. સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાંભર, ચિંકારા, નીલગાય વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
Answer: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

44. રતનમહાલ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: દાહોદ

45. ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.
Answer: ગ્રીન ઇન્ડિયા મિશન

46. નીચેનામાંથી કયું ઓઝોન સ્તર અવક્ષય માટે જવાબદાર છે ?
Answer: ક્લોરોફ્લોરોકાર્બન

47. અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?
Answer: રાકેશ શર્મા

48. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે ?
Answer: રાજસ્થાનનું શ્રીગંગાનગર

49. 2019થી વિશ્વ કયા રોગચાળાનો સામનો કરી રહ્યું છે ?
Answer: કોવિડ ૧૯

50. કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ.એસ.એસ.વાય.યોજના’ હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?
Answer: રાજકોટ

51. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?
Answer: માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી

52. રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ) હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

53. ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે?
Answer: FSSAI (ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા)

54. ગુજરાત સરકાર દ્વારા ગરીબીરેખા નીચે જીવતા દર્દીઓને તબીબી સારવાર સાથે મદદરૂપ થવા નીચેનામાંથી કઈ સમિતીની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: રોગી કલ્યાણ સમિતિ

55. શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ કોને મળશે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

56. દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
Answer: વિટામિન C

57. રક્તદાન માટે વજનની લઘુત્તમ મર્યાદા કેટલી છે?
Answer: ન્યૂનતમ 50 કિગ્રા

58. માંદગી અને ઈજાથી મુક્ત થવાની સ્થિતિને શું કહેવામાં આવે છે ?
Answer: હેલ્ધી

59. માનવ શરીરના કયા ભાગમાં પાયોરિયા રોગ થાય છે ?
Answer: દાંત

60. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાના લાભાર્થી કોણ છે?
Answer: હાલના ઉદ્યોગસાહસિકો અને મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો

61. ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર કયો છે?
Answer: ગુજરાતમાં ધોલેરા SIR

62. ભારતમાં મોટામાં મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલું છે ?
Answer: સુરત

63. કયા મંત્રાલય દ્વારા UDAN (ઉડે દેશ કા આમ આદમી) યોજના શરૂ કરવામાં આવેલ છે ?
Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

64. હાથશાળ મહિલા કારીગરને આપવામાં આવતા વિશિષ્ટ એવોર્ડનું નામ શું છે?
Answer: કમલાદેવી ચટ્ટોપાધ્યાય – અવોર્ડ

65. આવાસ એકમો, ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ વગેરે જેવા હોસ્પિટાલિટી ક્ષેત્રનાં ઘટકોનો ડેટાબેઝ સપ્ટેમ્બર 2021માં શરૂ કરવામાં આવેલ કઈ યોજના અંતર્ગત જાળવી રાખવામાં આવશે ?
Answer: NIDHI 2.0 (નેશનલ ઈન્ટીગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી)

66. NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશન માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: કોઈપણ રાજ્ય સરકારની સંસ્થા જે MSME ના પ્રચારમાં રોકાયેલ હોય

67. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
Answer: બેંક ગેરંટી ચાર્જીસ રીએમ્બર્સમેન્ટ સ્કીમ

68. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ અમદાવાદ ખાતે કયા વિસ્તારમાં આવેલી છે ?
Answer: સુખરામનગર

69. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો ગ્રીન યોજનાની શરૂઆત ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામા આવી હતી ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

70. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ અન્વયે કયા રાજ્યએ સૌથી વધુ નોંધણી કરાવી છે ?
Answer: ઉત્તર પ્રદેશ

71. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત કુટુંબના કેટલાં વ્યક્તિઓને લાભ મળવા પાત્ર છે ?
Answer: ૧ વ્યકિતને

72. સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં તે માટે શી જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: શ્રમિકોનાં બાળકો માટે હોસ્ટેલની સુવિધા

73. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણેને થતી બીમારીઓમાં સહાય યોજના ‘ હેઠળ વ્યવસાયિક બીમારીથી પીડાતા બાંધકામ કામદારોને કયા પ્રકારની સહાય આપવામાં આવે છે ?
Answer: મફત તબીબી સારવાર

74. ગુજરાત સરકારની યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન કઈ છે ?
Answer: અનુબંધમ

75. ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
Answer: સ્કિલ ઈન્ડિયા યોજના

76. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?
Answer: વંદેભારત મિશન

77. એક શ્રમિક એક વર્ષમાં કેટલી વખત સંપૂર્ણ શરીર તપાસ યોજનાનો લાભ મેળવી શકે છે ?
Answer: એક વખત

78. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
Answer: અધ્યક્ષ

79. કયા વર્ષમાં બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ?
Answer: 1લી મે,1960

80. અખંડ ભારતની નીતિઓમાં મહાત્મા ગાંધીનું પ્રથમ સાહસ કયું હતું ?
Answer: ચંપારણ ચળવળ

81. 21મા કાયદાપંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: સપ્ટે-15

82. નીચેનામાંથી કયો વિકલ્પ ભારતમાં નાણાકીય વર્ષ માટે સાચો છે ?
Answer: 1 એપ્રિલથી 31 માર્ચ

83. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

84. ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?
Answer: મહી

85. દિલ્હી શહેરમાંથી વહેતી ગંગા નદીની ઉપનદીનું નામ શું છે ?
Answer: યમુના

86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ

87. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: મહેસાણા

88. કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ

89. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?
Answer: ગ્રામીણ વિદ્યુતીકરણ

90. ભારતમાં જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે ?
Answer: 21 દિવસ

91. ‘આત્મા ગામડાનો અને સુવિધા શહેરની’ આ મંત્ર કઈ યોજના સાથે જોડાયેલો છે ?
Answer: શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન

92. કઈ યોજનાનો ઉદ્દેશ ગામડાઓને સ્વનિર્ભર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે?
Answer: સ્માર્ટ વિલેજ યોજના

93. ગુજરાતમાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતાં કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના – 2 તરીકે પંચાયતી વિભાગના કયા વર્ષના ઠરાવથી અમલમાં આવી ?
Answer: 2014

94. ગુજરાતમાં પાવનગામ યોજનાનો સમાવેશ તીર્થગામમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: 2008-2009

95. સરકાર દ્વારા નાગરિકોના અભિપ્રાય લેવા માટે કઈ યોજનાના ભાગરૂપે ‘મેરી સડક’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

96. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
Answer: વડનગર

97. ઝરવાણી ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
Answer: નર્મદા

98. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની કઈ વેબસાઈટ વાહનોની નોંધણી અને ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે કામ કરે છે ?
Answer: https://parivahan.gov.in/

99. કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?
Answer: ઉત્સવ પોર્ટલ

100. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે કયા મહિનાની પૂનમે મેળો ભરાય છે ?
Answer: ભાદરવા

101. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
Answer: બગદાણા

102. ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ?
Answer: ગાંધીનગર

103. PMAY-G યોજના ક્યાં લાગુ પડે છે ?
Answer: ગ્રામ્ય વિસ્તારો

104. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: વેરાવળ

105. ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતો ફ્લાયઓવર ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ

106. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ક્યાં આવેલી છે ?
Answer: ગાંધીનગર

107. મહેસાણામાં કમલપથ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નીતિનભાઈ પટેલ

108. ‘ચેમ્પિયન’ નામનું ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

109. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
Answer: 2016

110. ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?
Answer: જનરલ કે.એમ. કરિઅપ્પા

111. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
Answer: ડો નાગેન્દ્રસિહ

112. સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
Answer: સી.કે.નાયડુ

113. સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોનાં ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ?
Answer: એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના

114. વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ?
Answer: ગુજરાત ટાઈટન્સ

115. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 10 મી જાન્યુઆરી

116. જે ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી તેવા ગામડાઓમાં સગર્ભા માતાને સંસ્થામાં લઈ જવા માટે શું યોજના છે ?
Answer: મમતા ડોળી

117. સગર્ભા માતાઓને ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ દ્વારા કઈ રસી આપવામાં આવે છે ?
Answer: ધનુર

118. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’માં પ્રવેશ કોની મારફતે મળે છે ?
Answer: પ્રાથમિક શાળા મારફતે

119. રસોઈ બનાવવા માટે વપરાતા હાનિકારક ઇંધણના કારણે મૃત્યુ પામતા લોકોના દરમાં ઘટાડો કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના આરંભી ?
Answer: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

120. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા જોડી કઇ છે ?
Answer: અદિતિ વૈદ્ય – અનુજા વૈદ્ય

121. સૌથી નાની વયના પ્રથમ કોમર્શિયલ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?
Answer: મૈત્રી પટેલ

122. ગુજરાતની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ પાયલટ કોણ છે ?
Answer: પૂજાબેન પટેલ

123. ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ કોણ છે ?
Answer: સરિતા ગાયકવાડ

124. સ્કાયડાઇવિંગમાં લાઇસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
Answer: શ્વેતા પરમાર

125. ગુજરાતના પ્રથમ મહિલા નાટ્યવિદ કોણ છે ?
Answer: ઊર્મિલાબેન ભટ્ટ

126. 
.ઉપરોક્ત વીડિયોમાં વર્ણવેલ ગુજરાત સરકાર દ્વારા કયા મુખ્યમંત્રીના સમયમાં મિશન મંગલમ યોજનાની શરુઆત કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

127. 
.ઉપરોક્ત વીડિયો પ્રધાનમંત્રીનું વિઝન એવી દેશની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ સમિટનો પ્રોમો વીડિયો છે, તો એ સમિટ કઇ છે અને કયા રાજયમાં આયોજિત થાય છે ?
Answer: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ગુજરાત

Sharing Is Caring:

Leave a Comment