1.વીડિયોમાં જે સ્વાસ્થ્ય પ્રોજેક્ટની વાત થઇ છે, તેમાં લાભાર્થીને સરેરાશ કેટલા રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે ?
Answer: 5 લાખ
2.વીડિયોમાં વર્ણવેલ ભારત સરકારની આ સ્વાસ્થ્ય યોજના હેઠળ માત્ર બે જ વર્ષમાં કેટલા લોકોને લાભ મળેલ ?
Answer: 1 કરોડ
3. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?
Answer: પીએમ કિસાન ટ્રેક્ટર યોજના
4. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
Answer: કિસાન પરિવહન યોજના
5. મોરિંગા ઓલિફેરા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે ?
Answer: સરગવો
6. ભારત સરકારના ડેરી સહકાર મંત્રાલય દ્વારા આરંભાયેલ ડેરી સહકાર યોજના કયા મહાપુરુષના જન્મદિન નિમિત્તે દેશને સમર્પિત કરવામાં આવી ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ
7. ગુજરાતના કયા જિલ્લાનો હાફૂસ કેરીનો પાક વખણાય છે ?
Answer: વલસાડ
8. આપેલ પૈકી કયું બળતણ સૌથી સસ્તું છે ?
Answer: બાયોગેસ
9. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલા વિજ્ઞાન સમુદાય કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે ?
Answer: 18
10. SCOPEની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 2007
11. વિદ્યાર્થીઓને ટોકન દરે ટેબલેટ આપવાની યોજના કઈ છે ?
Answer: NAMO E-TAB
12. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકકક્ષાની તમામ લેખિત પરીક્ષાઓ માટે ગુજરાત સરકારનાં ધારાધોરણો મુજબ શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને કેટલો વધુ સમય આપવામાં આવે છે ?
Answer: 30 મિનિટ
13. અલ્પ સાક્ષરતા કન્યાનિવાસી શાળા યોજનામાં વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
Answer: રૂ. 100
14. નીચેનામાંથી કઈ શૈક્ષણિક પદ્ધતિ વધુ ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થી કેન્દ્રિત છે ?
Answer: સમૂહચર્ચા
15. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?
Answer: આંગણવાડી
16. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Answer: ડીસા
17. શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલ જિલ્લામાં ક્યાં આવેલું છે ?
Answer: ગોધરા
18. MGVCLનું પૂરું નામ શું છે ?
Answer: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
19. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ કઈ ઊર્જામાં થાય છે ?
Answer: ગ્રીન એનર્જી
20. ગુજરાતના કયા વિસ્તારમાં વિન્ડ મિલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ?
Answer: કચ્છ
21. વિશ્વના પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કોણે કરેલ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
22. કિસાન સૂર્યોદય યોજનાનો ગુજરાત રાજ્યમાં કોના દ્વારા આરંભ કરવામાં આવ્યો છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
23. ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના બીજા કયા નામથી ઓળખાય છે ?
Answer: UDAY
24. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના કોણે શરૂ કરી છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
25. GSTનો એક ઉદ્દેશ શું છે ?
Answer: આર્થિક વૃદ્ધિ ને વેગ આપશે
26. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 20 રૂપિયામાં કેટલા લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે ?
Answer: 2 લાખ
27. PSUનું પૂરું નામ શું છે ?
Answer: પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ
28. ભારતમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?
Answer: કૃષિ
29. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
30. ગુજરાત સરકાર દ્વારા જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમ્યાન કયા કાર્ડધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલનું રાહતદરે વિતરણ કરવામાં છે ?
Answer: બીપીએલ તથા અંત્યોદય
31. સૂર્યદેવને સમર્પિત કોણાર્ક સૂર્યમંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ઉડિશા
32. ગુજરાતમાં કુલ કેટલાં વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલાં છે ?
Answer: ચાર
33. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?
Answer: કવિ પ્રીતમ
34. ભારતીય ઉપખંડમાં પહેલું શહેર કઈ નદીના કિનારે પાંગરેલું હતું ?
Answer: સિંધુ નદી
35. વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને વિદેશીઓ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લે તેવા શુભ આશયથી ગુજરાતમાં કઈ પોલિસી બનાવાઈ છે ?
Answer: ટુરિઝમ પોલિસી
36. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં કઈ જગ્યાનો મહિમા છે ?
Answer: સિદ્ધપુર
37. રાજ્યના 50 વિકાસશીલ તાલુકાના NFSA હેઠળ સમાવિષ્ટ AAY, BPL, APL-1 અને APL-2 રેશનકાર્ડધારક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે શેના વિતરણની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: કઠોળ વિતરણ યોજના
38. નીચેનામાંથી કયું સ્થળ ચિકનકારી (એમ્બ્રોઈડરીની પરંપરાગત કળા) માટે પ્રખ્યાત છે ?
Answer: લખનઉ
39. ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’ના લેખકનું નામ શું છે ?
Answer: કનૈયાલાલ મુનશી
40. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?
Answer: શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
41. માંગલ્ય વનનો વિસ્તાર કેટલો છે ?
Answer: 3.5 હેક્ટર
42. કયા ‘વન’માં વાંસના વિવિધ ઉત્પાદનો છે ?
Answer: જાનકી વન
43. રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: દાહોદ
44. ગુજરાતના નવસારી જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
Answer: વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
45. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: પાણીયા
46. ખીજડિયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: જામનગર
47. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
Answer: ડી. ડી ગિરનાર
48. ગ્લોબલ વોર્મિંગની અસરથી ક્યા સ્ફિયરના તાપમાનમાં વધારો થાય છે ?
Answer: ટ્રોપોસ્ફિયર
49. કઈ પર્યાવરણીય ઘટના CFC સાથે જોડાયેલી છે ?
Answer: ઓઝોન સ્તર અવક્ષય
50. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવેલ હતી ?
Answer: 2003
51. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 4 ફેબ્રુઆરી
52. ઘરેલું જોખમી કચરાને અલગ કરવા કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે ?
Answer: કાળો
53. નીચેનામાંથી કઈ દવા તાવના કિસ્સામાં લેવામાં આવે છે ?
Answer: ડોલો
54. પ્રારંભિક ગર્ભાવસ્થાના જોખમો કયા છે ?
Answer: માતા અને બાળક બંને સ્વાસ્થ્યના પરિણામોથી પીડાઈ શકે છે
55. નીચેનામાંથી કયું વિધાન રક્તદાન માટે સાચું છે ?
Answer: કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલમાં રહે છે.
56. નીચેનામાંથી કઈ સેવા આરોગ્યસેવા વ્યવસ્થાપન કેન્દ્ર (એચએસએમસી) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે
57. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ?
Answer: વિટામિન-સી
58. નીચેનામાંથી કયું નિવેદન શાળા આરોગ્ય કાર્યક્રમ માટે સાચું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે
59. સ્વસ્થ ભારત મોબાઇલ એપ્લિકેશન માટે કઈ બાબતો લાગુ પડે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે
60. એલર્જીના કારણે કયો રોગ થાય છે ?
Answer: દમ ( અસ્થામા )
61. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
Answer: દાંતીવાડા
62. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના માટે શા માટે કરવામાં આવી હતી ?
Answer: વણકરોને રોજગારી પૂરી પાડવા
63. SFURTIનું પૂરું નામ શું છે ?
Answer: સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડીશનલ ઇન્ડસ્ટ્રીઝ
64. બેંકિંગ, વીમા અને મૂડી બજારોમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) કયું છે ?
Answer: ગિફ્ટ સિટી (GIFT City)
65. ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન કોના હસ્તક છે ?
Answer: કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ
66. વાદળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
Answer: મત્સ્ય ઉત્પાદન
67. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: KVIC/KVIB/NABARD/KVK/કૃષિ દ્વારા મધમાખી ઉછેરમાં પહેલેથી જ તાલીમ પામેલ વ્યક્તિઓ
68. કારીગરોના સમૂહને વ્યાવસાયિક રીતે સંચાલિત અને સ્વ-નિર્ભર સામુદાયિક સાહસમાં સમાવીને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે ?
Answer: આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના
69. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ કયાં આવેલી છે ?
Answer: અમદાવાદ
70. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ?
Answer: અમદાવાદ
71. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
Answer: અસંગઠિત કામદારો માટે પેન્શન યોજના
72. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
Answer: 2021
73. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેન્દ્ર શરૂ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર
74. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
Answer: પ્રવાસ જવા અને આવવાનું ભાડું
75. તાજેતરમાં જાહેર થયેલી ભારત સરકારની કઈ યોજનાથી દેશસેવાનો ઉમદા અવસર યુવાનોને પ્રાપ્ત થશે ?
Answer: અગ્નિપથ
76. અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?
Answer: માનવગરિમા યોજના
77. યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી
78. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ બેરોજગાર નાગરિકોને રોજગારીની તક પૂરી પાડવાનો છે ?
Answer: ગુજરાત રોજગાર વિનિમય
79. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના કયા રાજયની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: ગુજરાત
80. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ
81. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મતવિસ્તારમાંથી વિધાનસભાના પ્રતિનિધિ સભ્ય છે ?
Answer: ઘાટલોડિયા
82. ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?
Answer: 2005
83. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1993
84. કયો પ્રૉજેક્ટ ગુજરાતના શહેરોમાં મફત Wi-Fi પ્રદાન કરે છે ?
Answer: અર્બન વાઇ-ફાઇ
85. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કોની સાથે સંબંધિત છે ?
Answer: એલપીજી કનેક્શન
86. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે ?
Answer: સાબરમતી
87. નીચેનામાંથી કયો રોગ પાણીના પ્રદૂષણને કારણે થાય છે ?
Answer: ઝાડા
88. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ
89. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલાં છે ?
Answer: નળ સરોવર
90. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ
91. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?
Answer: 2014
92. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?
Answer: શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના
93. ગુજરાતમાં ગરીબકલ્યાણ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?
Answer: રાજ્ય સરકાર
94. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત, આર્થિક રીતે સ્થિર અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન
95. ગુજરાતમાં ‘મિશન મંગલમ્’ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?
Answer: મે, 2010
96. PM -KISAN સમ્માનનિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: ડિસેમ્બર, 2018
97. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2019
98. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 31મી ઑક્ટોબર, 2018
99. મહાત્મામંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: ગાંધીનગર
100. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: અમદાવાદ
101. કંડલા બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ગુજરાત
102. દાંડી પુલ ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ
103. વર્ષ 2021માં ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીનું લોકાર્પણ કોણે કર્યુ હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
104. PM ગતિ શક્તિ શું છે ?
Answer: મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન
105. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ શો છે ?
Answer: બધા માટે આવાસ
106. RRTS નું પૂરું નામ શું છે ?
Answer: રીજનલ રેપિડ ટ્રાન્સિસ્ટ સીસ્ટમ
107. ભારતનું સૌથી મોટું માછલીઘર કયું છે ?
Answer: એક્વેટિક ગેલેરી, સાયન્સ સિટી
108. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
109. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: ગાંધીનગર
110. શ્રેષ્ટા (SHRESHTA) યોજનાના લાભાર્થીઓ કોણ છે ?
Answer: અનુસૂચિત જાતિના લોકો
111. GATE/GPAT/CAT/CMAT/GRE/IELTS/TOFEL દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા SC અને ST વિદ્યાર્થીઓ માટે કઈ યોજના છે ?
Answer: પ્રેરણા યોજના
112. એમ-યોગ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે
113. મિશન સાગર યોજનાના મિશન-૩ હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં વિનાશક પૂર પછી કયા ભારતીય જહાજ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી ?
Answer: INS કિલ્ટન
114. કોવિડ રાહત અંતર્ગત ચોખાનો જથ્થો પોર્ટ એન્જોઆન, કોમોરોસમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો ?
Answer: માર્ચ 2021
115. CMSSનું પૂરું નામ જણાવો.
Answer: Chief Minister Scholarship Scheme
116. પાણી પહોંચાડવું દુર્ગમ હતું તેવા વિસ્તારોમાં સરકારશ્રીની કઈ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતુ થયું ?
Answer: નલ સે જલ યોજના
117. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 એપ્રિલ
118. 8મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: નારીગૌરવ દિવસ
119. સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણ સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજનાનો અમલ થયેલ છે ?
Answer: પ્રધાનમંત્રી માતૃવંદના યોજના
120. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન અને બાળઆરોગ્ય અંગે જાણકારી આપવામાં આવે છે ?
Answer: મમતા તરુણી યોજના
121. ડૉ. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય દ્વારા કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રહેવા-જમવાની વિનામૂલ્યે સગવડ
122. PURNA પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
Answer: છોકરીઓમાં કુપોષણ દૂર કરવું
123. ગુજરાત સરકારમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
Answer: શ્રી ઇન્દુમતીબેન શેઠ
124. હરીજરી કલા વિકસાવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
Answer: પાબીબેન રબારી
125. ભારતના સૌથી નાની વયના ચૂંટાયેલ અંધ ગુજરાતી મહિલા સરપંચનું નામ આપો.
Answer: સુધા પટેલ
126. ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક કોણ હતાં ?
Answer: વિદ્યાગૌરી નીલકંઠ
127. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24મી જાન્યુઆરી