૯ થી ૧૨ની એકમ કસોટી સ્કૂલોને બદલે ફરી બોર્ડ પેપરોથી લેવાશે.

Rate this post

તમામ સ્કૂલોમાં ૨૭મીએ ફરજિયાત પરિક્ષા લેવાશે ૯થી૧૨ની એકમ કસોટી સ્કૂલોને બદલે ફરી બોર્ડ પેપરોથી લેવાશે

અમદાવાદ,મંગળવાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૯થી૧૨ની તમામ સ્કૂલોમાં ૨૭મીએ બે સેશનમાં પ્રથમ એકમ કસોટી લેવા પરિપત્ર કર્યો છે અને ફરી એકાવર એકમ કસોટી સ્કૂલોના પેપરોને બદલે બોર્ડ પેપરોથી લેવાનું નક્કી કર્યુ છે.અગાઉ બોર્ડે જ સ્કૂલોને પોતાની રીતે પેપરો તૈયાર કરી પરીક્ષા લેવા પરિપત્ર કર્યો હતો.પરંતુ તાજેતરમાં બોર્ડના અધિકારીઓ-માળખુ બદલાતા વહિવટ પણ બદલાયો હોવાની ચર્ચા ઉઠી છે.

બોર્ડે જ અગાઉ સ્કૂલોને પરીક્ષા સોંપી હતી બોર્ડના અધિકારીબદલાતા વહિવટ બદલાયો ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવ્યું છે કે ધો.૯થી૧૨ની તમામ સ્કલોમાં ફરજીયાતપણે પ્રથમ એકમ કસોટી તથા લેવાની ૨હેશે. ૨૭મીએ એક-એક કલાકના બે સેશનમાં પરીક્ષાલેવાશ.દરેક ધોરણના માત્ર બે વિષયના પ્રશ્નપત્રો બોર્ડમાંથી મોકલવામા આવશે.

૨૫મીએ બપોર સુધીમાં ડીઈઓને પ્રશ્નપત્રો મોકલાશે. દરેક ડીઈઓએ એકમ કસોટી માટે વર્ગ-૨ કક્ષાના એક અધિકારીને આ કસોટી માટે નોડલ અધિકારી તરીકે મુકવાના રહેશે. ડીઈઓએ એસવીએસ- ક્યુડીસી કન્વીનરને ૨૬મી સુધીમાં અને કન્વીનરે પોતાના સંકુલની તમામ ખાનગી ,ગ્રાન્ટેડ અને સરકારી મા.- ઉ.મા.સ્કૂલોના આચાર્યને ગોપનીયરીતે ઈમેઈલ દ્વારા પ્રશ્નપત્રો મોકલી દેવાના રહેશે.

બોર્ડના નવા પરિપત્ર મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦ના ઠરાવ અંતર્ગત ૯-૧૦માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સમાજ તેમજ ધો.૧૧-૧૨ સાયન્સમાં ગણિત, ફીઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ૧૧-૧૨ સા.પ્ર.માં અંગ્રેજી,એકાઉન્ટ, મનોવિજ્ઞાન સહિતના વિષયોની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરી ૫રીક્ષા લેવાનું સ્પષ્ટ જણાવાયુ છે.જ્યારે ગત ફેબ્રુઆરી ૨૦૨૨માં બોર્ડે જ પેપર ફુટવાની-લીક થવાની ઘટનાને પગલે તમામ ડીઈઓને પરિપત્ર કર્યો હતો કે હવેથી દર માસે ૯થી૧૨ના તમામ વિષયોની એકમ કસોટીની શાળા કક્ષાએ જ યોજવાની રહેશે.

જેના પેપરો શાળા કક્ષાએ અથવા ક્યુડીસી કે એસવીએસ કક્ષાએ તૈયાર કરવાના રહેશે. જ્યારે ધો.૩થી૮ની એકમ કસોટીનો જીસીઈઆરટી દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જેમાં પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા સમયમાં ફેરફારની માંગ કરાઈ છે.

Std 3 to 8 Ekam Kasoti Time tebal- Click here

Std 9 to 12 Ekam Kasoti Time tebal- Click here

Sharing Is Caring:

Leave a Comment