G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 25/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય જીવંત પ્રાણીઓ દ્વારા કઈ સામગ્રીને બિનહાનિકારક સંયોજનોમાં તોડી શકાય છે ?
Answer: બાયોડિગ્રેડેબલ

2. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે સ્વચ્છ ભારત મિશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ?
Answer: 2 ઓક્ટોબર, 2014

3. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદી પર સબસિડી આપવા કઈ યોજના શરૂ કરાઈ ?
Answer: ગો ગ્રીન યોજના

4. CSRનું પૂરું નામ શું છે ?
Answer: કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી

5. જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈપણ પ્રકારનું રાશનકાર્ડ નથી તેઓને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
Answer: અન્ન બ્રહ્મ યોજના

6. હનુખ પ્રકાશનો તહેવાર નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?
Answer: યહૂદી

7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું પુસ્તક ‘પ્રકાશના ગોળા’ તરીકે ઓળખાય છે ?
Answer: જ્યોતિપુંજ

8. ગુજરાતી સાહિત્યમાં ‘ખંડકાવ્ય’ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
Answer: કવિ કાન્ત

9. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા કેટલાં ભાગમાં લખાઈ છે ?
Answer: ચાર

10. ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ?
Answer: ‘હિંદ સ્વરાજ’

11. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
Answer: ઉત્તરાયણ

12. ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
Answer: શ્રી શારદાબહેન મુખર્જી

13. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

14. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
Answer: કીર્તિમંદિર

15. ‘એકતા વન’ ક્યાં આવેલું છે ?
Answer: સુરત

16. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
Answer: શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતનાં જંગલો

17. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: મિતિયાલા

18. ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: દેવભૂમિ દ્વારકા

19. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?
Answer: જામનગર

20. ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
Answer: ફૂડ પેકેજિંગ

21. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

22. વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ?
Answer: 252

23. યોગ શેનું નિર્માણ કરવામાં મદદ કરે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

24. DREAM Cityનું પૂરું નામ શું છે ?
Answer: ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી

25. NHDP યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ હૅન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ

26. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
Answer: 2003

27. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો ઉદ્દેશ શો છે?
Answer: અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી

28. એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે?
Answer: 3

29. 11મી વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા?
Answer: નરેન્દ્ર મોદી

30. ‘WASMO’નું પૂરું નામ શું છે?
Answer: વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન

31. જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
Answer: મિશન અમૃત સરોવર

32. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ?
Answer: 182

33. ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
Answer: સાબરમતી

34. શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
Answer: 2016

35. ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્ત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે ?
Answer: ખેલ મહાકુંભ

36. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના’ અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?
Answer: બાળકોની સાર-સંભાળ

37. ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ શું હતું ?
Answer: આનંદપુર

38. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ?
Answer: પારડી

39. ગંગા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ઉત્તરાખંડ

40. દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: જમ્મુ અને કાશ્મીર

41. ગાંધીજીએ કોના કહેવાથી 1915-16માં ભારતની પરિસ્થિતિ જાણવા દેશનો પ્રવાસ કર્યો હતો ?
Answer: ગોપાલ કૃષ્ણ ગોખલે

42. પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી ભારતમાં ક્યાં સ્થાપી હતી ?
Answer: કાલિકટ

43. ગુજરાતમાં નીચેનામાંથી કયું હડપ્પાકાલીન અવશેષોનું સ્થળ છે ?
Answer: રંગપુર

44. ભારતમાં પોસ્ટ માટેના પીનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1972

45. સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે ?
Answer: અમૃતસર

46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘બનિહાલ ઘાટ’ આવેલો છે ?
Answer: જમ્મુ અને કાશ્મીર

47. મિશ્મી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે?
Answer: અરુણાચલ પ્રદેશ

48. ધારવાડ પ્રણાલીની નીચેનામાંથી કઈ શ્રેણીને દિલ્હી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Answer: રીઆલો શ્રેણી

49. નીચેનામાંથી કયું કેરળના દરિયાકાંઠે મોનાઝાઇટ રેતીના સ્વરૂપમાં જોવા મળે છે ?
Answer: થોરિયમ

50. નીચેનામાંથી કયું તળાવ ખારા પાણીનું તળાવ છે ?
Answer: સાંભર સરોવર

51. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે ?
Answer: સતલુજ

52. કઈ યોજના શાળાઓમાંથી 8થી 14 વર્ષની વયજૂથમાં રમત પ્રતિભાને સ્કાઉટ કરવા અને વૈજ્ઞાનિક તાલીમ આપીને ભવિષ્યમાં મેડલની આશાઓનું સંવર્ધન કરવા માટે અમલમાં છે ?
Answer: રાષ્ટ્રીય રમતગમત પ્રતિભા સ્પર્ધા યોજના

53. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોબે બ્રાયન્ટ કયા રમતના દિગ્ગજ વ્યક્તિત્વ હતા?
Answer: બાસ્કેટબોલ

54. કેનેડાની રાષ્ટ્રીય રમત શું છે ?
Answer: આઈસ હોકી

55. કઈ આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ ઓનલાઈન ટૂલ ‘રોડ ટુ ટોક્યો’ લોન્ચ કર્યું છે ?
Answer: વર્લ્ડ એથ્લેટિક્સ

56. વોલીબોલ ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
Answer: 6

57. ‘કેચ અ ક્રેબ’ શબ્દને આપણે કઈ રમત સાથે જોડીએ છીએ?
Answer: રોઇંગ

58. ‘વર્ડ ફૂડ સેફ્ટી ડે’ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 7 જૂન

59. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
Answer: કોલેરા

60. રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ?
Answer: શાંતિ

61. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?
Answer: ગંગા

62. નીચેનામાંથી કયા આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈનો સમાવેશ થાય છે
Answer: કલમ-324

63. ગુજરાતમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 26

64. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?
Answer: લોકસભાને

65. શરીરના વેગના ફેરફારના દરનું પરિણામ શું છે
Answer: બળ

66. ઓઝોનના પ્રથમ છિદ્રની શોધ ક્યારે થઈ?
Answer: 1970

67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ગોડ પાર્ટિકલ્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
Answer: સત્યેન્દ્ર બોઝ

68. કયા ભારતીય એન્જિનિયરના જન્મદિવસને ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: એમ. વિશ્વશ્વરૈયા

69. ભારતમાં સ્થાપિત પ્રથમ આઈઆઈટી (IIT)કઈ હતી ?
Answer: આઈ.આઈ.ટી. ખડગપુર

70. ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
Answer: 1930

71. નીચેનામાંથી શેનું pH મૂલ્ય 7 કરતાં વધુ છે?
Answer: બેઝીસ

72. ઇલેક્ટ્રિક મોટર વિશે નીચેનામાંથી કયું સાચું છે?
Answer: તે વિદ્યુત ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે

73. વિટામિન-Eની શોધ કોણે કરી?
Answer: ઇવાન્સ અને બિશપ

74. નીચેનામાંથી કઇ બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે?
Answer: બ્રોમિન

75. રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ માટેની ભલામણ કોણ મોકલે છે ?
Answer: પ્રધાનમંત્રી

76. યુનાઇટેડ કિંગડમમાં એન.આર.આઈ. વર્લ્ડ સમિટ 2022માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે શિરોમણિ એવોર્ડ કોને મળ્યો છે ?
Answer: મિશેલ પૂનાવાલા

77. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?
Answer: અમર મિત્રા

78. મરણોપરાંત ભારતરત્ન મેળવનાર પ્રથમ કોણ હતું ?
Answer: લાલબહાદુર શાસ્ત્રી

79. ભારતના કયા વડાપ્રધાનને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળેલ છે ?
Answer: અટલ બિહારી બાજપાઇ

80. 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: પ્રજાસતાક પર્વ

81. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
Answer: થલ સેના દિવસ

82. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય એકતા દિવસ

83. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 એપ્રિલ

84. ‘શિક્ષક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 5મી સપ્ટેમ્બર

85. ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 22 ડિસેમ્બર

86. ‘રાષ્ટ્રીય કૃમિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 ફેબ્રુઆરી

87. શહીદ ભગતસિંહ પુણ્યતિથિ ક્યારે ઉજવાતી હોય છે ?
Answer: 23 માર્ચ

88. ભારત અને સિંગાપોર વચ્ચે 2021 દરમિયાન થયેલ નૌસેના અભ્યાસનું નામ શું હતું ?
Answer: SIMBEX-2021

89. કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર દ્વારા કાર્બી ક્ષેત્રના વિકાસ માટે કેટલા રૂપિયા ફાળવવાનું જાહેર કરવામાં આવેલ છે?
Answer: 1000 કરોડ

90. વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ કયું છે ?
Answer: ડુગોંગ

91. કચ્છી નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: અષાઢી બીજ

92. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2022માં કયો દેશ જીત્યો ?
Answer: ઓસ્ટ્રેલિયા

93. ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હેલ્થ રિસર્ચ એપ્લિકેશનનું નામ શું છે ?
Answer: ગૂગલ હેલ્થ સ્ટડીઝ

94. વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની હીરક જયંતિ ક્યારે ઉજવવામાં આવી?
Answer: 2, એપ્રિલ

95. વર્ષ 2022ના ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ની થીમ શું રાખવામાં આવી હતી ?
Answer: સેફ ગ્રાઉન્ડ, સેફ સ્ટેપ્સ, સેફ હોમ

96. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
Answer: રણજિતરામ વાવાભાઇ મહેતા

97. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાં કાવ્યો સૌ પ્રથમ કોણે આપ્યા ?
Answer: કવિ નર્મદ

98. કોમોડિટીના વેચાણની કુલ રસીદોને શું કહેવામાં આવે છે?
Answer: કુલ આવક

99. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
Answer: નાઇલ

100. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે ?
Answer: ગુજરાત

101. પેન્ટાગોનમાં કેટલી બાજુઓ હોય છે ?
Answer: 5

102. સુજલામ સુફલામ જલ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જળ સંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે ?
Answer: કચ્છ

103. સિંચાઈ માટે પાણીને વધુ ઊંચાઈ સુધી ખેંચવા માટે સરફેસ લિફ્ટ ઈરીગેશન સ્કીમમાં કયા સ્વચાલિત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે ?
Answer: હાઇડ્રોલિક રામ

104. ભારત સરકારની કઈ સંસ્થા જળ સંસાધન, ઉર્જા અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ માટે કામ કરે છે ?
Answer: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (CBIP)

105. બારાબાર ગુફાઓ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી ?
Answer: અશોક

106. ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: આંધ્રપ્રદેશ

107. ઓણમની ઉજવણી કેટલા દિવસો સુધી ચાલે છે?
Answer: 10

108. વિશુ સાંસ્કૃતિક ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: કેરળ

109. નીચેનામાંથી ભારતમાં ઉજવાતો ભાઈબહેનનો પવિત્ર તહેવાર ક્યો છે?
Answer: રક્ષાબંધન

110. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે?
Answer: શિવ

111. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: મહાકાલેશ્વર

112. ઉત્તરપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: કાશી વિશ્વનાથ

113. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: ઉજ્જૈન

114. ‘બદ્રીનાથ મંદિર’ ક્યાં આવેલું છે ?
Answer: ચમોલી, ઉત્તરાખંડ

115. ‘મહાબોધિ મંદિર’ ક્યાં આવેલું છે ?
Answer: બોધિ ગયા, બિહાર

116. ભારતના કયા રાજ્યમાં ‘કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર’ આવેલું છે?
Answer: તેલંગાણા

117. કયા વર્ષમાં ‘કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર’ ને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
Answer: 2021

118. કયું અંગ લોહી શુદ્ધ કરવાનું તથા શરીરમાંથી કચરો દૂર કરે છે ?
Answer: કિડની

119. નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ?
Answer: હાર્ડવેર

120. સ્પ્રેડશીટમાં કઈ કી વડે જોડણી અને વ્યાકરણની ભૂલ શોધી શકીએ છીએ ?
Answer: F7

121. જ્યારે કીબોર્ડ પર કી દબાવવામાં આવે છે, ત્યારે કી સ્ટ્રાઈકને અનુરૂપ બિટ્સમાં કન્વર્ટ કરવા માટે કયા ધોરણનો ઉપયોગ થાય છે ?
Answer: ASCII

122. પાટણની રાણી-કી-વાવ (રાણીની વાવ)ને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી?
Answer: 2014

123. ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ?
Answer: કચ્‍છ સંગ્રહાલય

124. ‘ખજુરાહોના મંદિરોનો સમૂહ’ ક્યાં સ્થિત છે?
Answer: મધ્ય પ્રદેશ

125. કયા ગુજરાતીને અણુ કાઉન્સિલ (વિએના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું ?
Answer: ડૉ.મધુકર મેહતા

126. 
.વિડિયો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ગરીબો માટે શરૂ કરેલ પ્રોજેક્ટમાં માત્ર ત્રણ મહિનામાં કેટલા લોકોને આ પ્રોજેક્ટનો લાભ મળ્યો ?
Answer: 74 કરોડ

127. 
.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વીડિયોમાં જે સ્થળની વાત કરી છે તે સ્થળ પર પહેલા જ વર્ષે કેટલા મુલાકાતીઓ આવ્યાં હતા ?
Answer: 29 લાખ

Sharing Is Caring:

Leave a Comment