1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય વેચાણ સાધનો સહાય હેઠળ મહિલાઓને મહત્તમ કેટલી સહાય ઉપલબ્ધ છે ?
2. જો દરિયાઈ ચક્રવાત કે અન્ય કોઈ કુદરતી આફત દરમિયાન માછીમાર ગુમ થઈ જાય અને એક વર્ષ સુધી મૃતદેહ ન મળે તો રાજ્યના માછીમારના કાયદેસરના વારસદારને કેટલી સહાય આપવામાં આવે છે ?
3. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સ માટે મહત્તમ નાણાકીય લાભ કેટલો છે ?
4. કડાણા હાઇડ્રો પાવર સ્ટેશનની ક્ષમતા કેટલી છે ?
5. ‘પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ ગુજરાતમાં ગેસ વિતરણ ક્ષેત્રે કેટલા કિલોમીટરનું બલ્ક ટ્રાન્સમિશન પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરેલ છે ?
6. 01-01-2022ની સ્થિતિએ વૈશ્વિક સ્તરે ભારતની સ્થાપિત ઊર્જા-ઉત્પાદન ક્ષમતાનો હિસ્સો કેટલો છે ?
7. 01-01-2022ની સ્થિતિએ ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં પવન-ઊર્જાની ઉત્પાદનક્ષમતા કેટલી છે ?
8. સોલાર પૅનલ મારફત છેલ્લા નવ માસ (મે 2021થી જાન્યુઆરી 2022) દરમિયાન અકોટા- દાંડિયા બજારપુલ દ્વારા કુલ કેટલા યુનિટ ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ?
9. વર્ષ 2019-20ની સ્થિતિએ સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં કૉલેજ કક્ષાએ કુલ કેટલી કંઝ્યુમર ક્લબો ફાળવવામાં આવેલ છે ?
10. બહુરૂપી, નટબજાણિયા અને ભવાઈ મંડળીના કલાકારોને રાજ્ય બહાર એક કાર્યક્રમ કરવા માટે પ્રતિ કલાકાર ગુજરાત સરકાર દ્વારા કેટલો પુરસ્કાર આપવામાં આવે છે ?
11. નીચેમાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર ગણાય છે ?
12. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
13. અડાલજની વાવની લંબાઈ કેટલી છે ?
14. ચાવડા વંશના અંતિમ શાસકનું નામ જણાવો.
15. ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.
16. ભારતની વિસરાયેલી લોકરમતોનું અદ્ભુત ભાથું પૂરું પાડનાર ગ્રંથનું નામ જણાવો.
17. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજસુધારાની દાંડી પીટી હતી ?
18. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ગુરુ ગ્રહ કોની સાથે સંબંધિત છે ?
19. આશ્લેષા નક્ષત્ર કોની સાથે સંબંધિત છે ?
20. આર્દ્રા નક્ષત્ર કોની સાથે સંબંધિત છે ?
21. સિઝીજિયમ ક્યુમીની (જાંબુ) કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
22. કેલોટ્રોપિસ ગીગાન્ટા (આકડો) કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
23. ભારત સરકારે દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં વર્તમાન સમયમાં હયાત અનામતમાં કેટલો વધારો કર્યો છે ?
24. સમગ્ર ભારતમાં હાલમાં લગભગ કેટલી ‘એકલવ્ય મૉડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’ કાર્યરત છે ?
25. ગુજરાત સરકારનો માહિતી અને પ્રસારણ વિભાગ કયા હેતુ માટે ડાયરા, ભવાઈ અને નાટક જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરે છે ?
26. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?
27. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ ગો ગ્રીન યોજના ‘ અંતર્ગત બાંધકામ ક્ષેત્રના કામદારોને ટુ વ્હીલરની ખરીદી માટે કેટલી સબસીડી આપવાનું નક્કી કરેલ છે ?
28. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવતા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્ર્મ હેઠળ કેટલા સરહદી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
29. કન્ટ્રોલ્ડ રીલિઝ મેડિકેશન – ઇન્ડિયન ડ્રગ રેગ્યુલેશન્સ અનુસાર જો કોઈ દવા અન્ય દવાનું અનુકરણ કે અવેજીમાં હોય તો તે કેવા પ્રકારની દવાઓ છે ?
30. ભારતના બંધારણના કયા સુધારામાં બોડો, ડોગરી, સંથાલી અને મૈથલીને ભારતની માન્ય ભાષાઓની યાદીમાં ઉમેરવામાં આવી હતી ?
31. યુદ્ધ અને આંતરિક સુરક્ષા દરમિયાન મૃત્યુ પામેલા અથવા કાયમી ખોડ પામેલ ભારતીય સશસ્ત્રસેનાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવે છે ?
32. 2021માં ગુજરાત પોલીસને અંદાજે કેટલા બોડી વિયર (body wear)કેમેરા આપવામાં આવ્યા ?
33. ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા મિલિટરી સેવાકાળ દરમ્યાન અવસાન પામતા સૈનિકો/અધિકારીઓની પત્નીઓને મકાન માટે ઉચ્ચક સહાય પેટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
34. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતનો દશકીય વૃદ્ધિદર કેટલા ટકા છે ?
36. ‘સુમન યોજના’ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કઈ બેઠકમાં લોન્ચ કરવામાં આવી ?
37. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં સામાન્ય કેટેગરી (પુરુષ) માટે લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
38. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ ઔદ્યોગિક ક્ષેત્ર માટે સબસિડી તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
39. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સામાન્ય સુવિધા કેન્દ્ર માટે કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે ?
40. ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)માં બોલી લગાવ્યા વિના કોણ વેચાણ કરી શકે છે ?
41. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજના હેઠળ લૂમ/એસેસરીના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવે છે ?
42. ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત વેઠપ્રથા ગેરકાયદેસરનું કૃત્ય છે ?
43. શ્રમિકો બાળકોની નવી હૉસ્ટેલ સહાય યોજના માટે ૨૦૨૨-૨૩ માટે કેટલા લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે ?
44. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કેટલા યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે ?
45. શૂન્યકાળ દરમિયાન કોઈપણ મામલો ઉઠાવવા માટે સંસદના કોઈપણ સભ્યએ સંસદમાં તેમની સૂચના કેટલા વાગ્યા પહેલા આપવી જોઈએ ?
46. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યસભા માટે નામાંકિત કરાયેલા સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
47. જો રાષ્ટ્રપતિ તેમની સંમતિ માટે તેમને મોકલાયેલ બિલ પરત કરે અને સંસદ ફરી એકવાર બિલને તેના મૂળ સ્વરૂપમાં પસાર કરે તો તેઓ શું કરે છે ?
48. ગુજરાતના કયા સ્થળે ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ બિલ, 2020’માં ત્રણ આયુર્વેદ સંસ્થાઓનું એક સંસ્થામાં વિલીનીકરણ (મર્જ) કરવામાં આવ્યું ?
49. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને મહત્ત્વની રાષ્ટ્રીય સંસ્થા તરીકે જાહેર કરવા માટે લોકસભામાં કયું બિલ પસાર થયું ?
50. કઈ કલમ હેઠળ સરકાર કોવિડ 19 ની મહામારીની પરિસ્થિતિને લગતી સંગઠનની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકી શકે છે ?
51. શોષણ સામેના અધિકારનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે?
52. જો કોઈ આરોપી બ્રેઈન મેપિંગ અને નાર્કો પૃથ્થકરણ માટે સ્વેચ્છાએ સંમતિ આપે તો આવી માહિતી પુરાવા કાયદાની કઈ કલમ હેઠળ સંબંધિત છે ?
53. વર્ષ 2018માં ગુજરાતના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં કેટલો ટકા વધારો થયો હતો ?
54. અમદાવાદમાં સિવિલ અને ફોજદારી અદાલતની સ્થાપના કરનાર અધિનિયમનું નામ શું છે ?
55. ગુજરાતમાં કયો અધિનિયમ રાજ્ય સત્તાવાળાઓને માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કરે છે જે બનાવટી દસ્તાવેજો અને ખોટા રેકોર્ડનો ઉપયોગ કરીને સરકારી અથવા ખાનગી જમીન હડપ કરે છે?
56. કયા સિદ્ધાંત મુજબ દરેક પેઢી તેના કુદરતી અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢીના આનંદ માટે સાચવવા માટે બંધાયેલી છે ?
57. નાગરિક ખર્ચ માટે સામાન્ય બજેટમાં માગણીઓ માટેની કલમ કઈ છે ?
58. કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેર્સ ફંડ)ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
59. ફેમા 1999ની જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ કોણ કરે છે ?
60. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૬(બ) કયા નામે ઓળખાય છે ?
61. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૮(બ) કયા નામે ઓળખાય છે ?
62. ભારતીય જીડીપીમાં સેવાક્ષેત્રનું યોગદાન કેટલા ટકા છે ?
63. ‘સ્વામિત્વ’ યોજનાનો હેતુ કયો છે?
64. ભારત સરકાર દ્વારા ‘સ્વામિત્વ’ યોજનાના કયા તબક્કામાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
65. સેવા સેતુ પ્રોગ્રામના તબક્કા 7માં કેટલા ટકા અરજીઓનો નિકાલના કરેલ છે ?
66. ગુજરાતનાં સૂકા સ્થળોને પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવતી નર્મદા કેનાલ વિતરણ પ્રણાલી નેટવર્કની લંબાઈ કેટલી છે ?
67. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળસંકટના વિસ્તારોમાં કેટલા હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે ?
68. અમદાવાદ મેટ્રો રેલ પ્રૉજેક્ટ અંતર્ગત કેટલાં સ્ટેશનો આવેલાં છે ?
69. સરદાર સરોવર યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને કેટલા લાખ હેક્ટર સિંચાઈ માટેનું આયોજન છે ?
70. ઉદવાહન સિંચાઈ યોજના હેઠળ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સિંચાઈનો લાભ આપવા માટે જળ સંગ્રહના અંદાજે કેટલાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે ?
71. પાનમ હાઈ લેવલ કેનાલ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાની કેટલી હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવશે ?
72. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ દ્વારા તાપી જિલ્લામાં કેટલા હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે ?
73. રૂપે (RuPay)કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે કેટલા રૂપિયા કરવામાં આવી ?
74. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન (SPMRM)નો ઉદ્દેશ શો છે ?
75. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કૉર્પોરેશન (GLPC) મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિદ્ધ કરવા કઈ યોજના હેઠળ કાર્યરત છે ?
76. ગ્રામ પંચાયતોને તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતોના ઉપયોગ દ્વારા સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ માટે કયો પ્લાન બનાવવો ફરજિયાત કરાયો છે?
77. ગુજરાતમાં ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવક મર્યાદા 47,000થી વધારીને કેટલી કરવામાં આવી છે?
78. વર્તમાન સરકારે કયા પ્રોજેક્ટ હેઠળ જાહેર તેમજ ખાનગી કંપનીઓને દેશના હેરિટેજ સ્થળોના ‘સ્મારક મિત્ર’બનાવવા અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા આમંત્રણ આપ્યું ?
79. ભારતીય રેલવે PPP મોડ દ્વારા 12 ક્લસ્ટરો પર ખાનગી ભાગીદારી માટે બિડ આમંત્રિત કરીને કેટલી ટ્રેનોને સામેલ કરશે?
80. ભારત સરકારે ‘સેતુ ભારતમ્’ યોજનામાટે કેટલી રકમનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે?
81. મફત સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર કેટલી હોવી જોઈએ?
82. ગુજરાત સરકારની BCK-38 યોજના હેઠળ IAS, IPS, IIM અને ITC અભ્યાસક્રમો અને સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?
83. નેશનલ ઓવરસીઝ શિષ્યવૃત્તિ યોજનાઓનો હેતુ કયો છે ?
84. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સામાજિક નવીનતા અને ઈન્ક્યુબેશન મિશનનો હેતુ કયો છે ?
85. 2020માં શા માટે એક સપ્તાહ લાંબુ પ્રદર્શન “EKAM ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું ?
86. મિશન કર્મયોગીની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
87. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત ડિપ્લોમા કોર્સ માટે પ્રથમ વર્ષે સાધન તેમજ પુસ્તક સહાય કેટલી આપવામાં આવે છે ?
88. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા એન.ટી.ડી.એન.ટી કેટેગરીના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
89. લઘુમતી માટેની હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાના લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
90. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ડો. બી.આર. આંબેડકર અભ્યાસ માટે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ચેર/કેન્દ્રની સ્થાપના કરવા માટે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે?
91. દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું?
92. ગુજરાત રાજ્યમાં ‘માતા યશોદા એવોર્ડ’ અંતર્ગત આંગણવાડી તેડાગરને કોમ્પોનન્ટ એવોર્ડ તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
93. ‘ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના’ હેઠળ મળતી સહાય કુલ કેટલી છે ?
94. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે-2022 વિશે વિશેષ શું છે ?
95. આઈસીપીએસ (Integrated child Protection Scheme)નો હેતુ કયો છે ?
96. બેડમિન્ટન નેટની ઊંચાઈ કેટલી હોય છે ?
97. બાસ્કેટબૉલમાં કેન્દ્રવર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે?
98. બી. સી. ગુપ્તા ટ્રૉફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
99. હેન્ડબૉલમાં ગોલપોસ્ટની પહોળાઈ કેટલી હોય છે ?
100. ‘હિટ વિકેટ’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?
101. ક્રિકેટ બેટની એકંદરે લંબાઈ કેટલી હોય છે ?
102. ‘બુલી ‘શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
103. શરીર પર લાકડી વડે પ્રતિસ્પર્ધીને કોઈપણ રીતે રોકવો તેને હોકીમાં શું કહેવાય છે ?
104. બેઝબૉલમાં બેટ પરની ટીમને શું કહેવામાં આવે છે ?
105. ‘વિજય મર્ચન્ટ ટ્રૉફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
106. 2022માં કયા સમયગાળા માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશના તમામ પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત સ્મારકો/સ્થળોમાં નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરી છે?
107. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરી ખાતે દરરોજ કેટલા મેટ્રિક ટન (MTPD)ની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું?
108. ડિજિટલ ઈન્ડિયા વીક 2022 દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવા “ડિજિટલ ઈન્ડિયા ભાષા”નો ઉદ્દેશ કયો છે ?
109. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ‘આયુર્વેદ આહાર’ લોગો કયા રંગના સ્વરમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે?
110. કયા કેન્દ્રીય મંત્રાલયે ‘SERB-SURE’ યોજના શરૂ કરી?
111. નીચેનામાંથી ક્યા પ્લેટફોર્મનો ઉદ્દેશ ‘વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી’નો છે?
112. વિવિધ વિભાગોમાંથી બહુવિધ જાહેર સેવાઓ મેળવવા માટે વન સીટીઝન લોગીન સેવા કયા પોર્ટલ પર થી મળે છે?
113. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઉત્કર્ષ સમારોહ’ કાર્યક્રમને ક્યાં સંબોધિત કર્યો હતો?
114. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંચાઈ માટે દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના શરૂ કરી છે?
115. ગુજરાતમાં સાબર ડેરી ખાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિદિન 3 લાખ લિટરની ક્ષમતાવાળા કયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ?
116. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર શહેરોમાં કઈ યોજનાને મંજૂરી આપી છે ?
117. ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત સહકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે ડેરી માર્કેટ આજે કેટલા કરોડ સુધી પહોંચ્યું છે?
118. કોમન વેલ્થ ગેમ્સ 22 માં જેરેમી લાલરીનુંગાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
119. કોમન વેલ્થ ગેમ્સ 22 માં સુશીલા દેવી લિકમબામે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો?
120. ગુજરાતમાં કયા મંત્રીએ ઇ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરી જેથી નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકશે?
121. ભારતે કયા વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું?
122. સાબર ડેરીમાં મિલ્ક પાવડર પ્લાન્ટ અને એસેપ્ટિક મિલ્ક પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
123. ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ કોણે શરૂ કરી?
124. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે?
125. ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ’ (G3Q)ની ટેગ લાઇન શું છે?